ઘનઘોર નિરાશાના અંધકારે, જીવન મારું અટવાયું
દૂર દૂર આશાના તારલિયાએ સોનેરી કિરણ જગાવ્યું
દિન પર દિન શક્તિ ઘટતી જાતી, હતાશાએ છવાયું
ડગમગતા શ્રદ્ધાના દીપે, જીવન મારું તો ટકાવ્યું
બોલ દિલાસાના નથી જોતા, કામોમાં તો છે લાગી જાવું
દયા ના ખાતી તું મારી માડી, તારી શક્તિનું તો બુંદ માગું
જીવન સંગ્રામ રહેશે ચાલુ, ડગમગ તો કદી ન થાવું
ભરજે મુજ કર્મોમાં શક્તિ એવી, સફળતા હું તો પામું
છું સંતાન તારું હું તો માડી, નામ તારું તો દીપાવું
વીંટાયે જો નિરાશા હૈયે, એને સદા હું તો હટાવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)