કકળી ઊઠે છે હૈયું મારું, હતાશાની આગમાં
છુપાઈ ગઈ છે, વેદના મારી, કર્મની કઠણાઈમાં
પ્રેમ તો ઝંખી રહું, મળતી રહી પાટુ આ જગમાં
ખાલી કરવું દર્દ ક્યાં, દેખાયું દર્દ તો હર દિલમાં - છુપાઈ...
યત્નો પર ઘા પડતાં ગયાં, ટુકડા આશાના થાતા રહ્યાં
સમજાય ના કરવું શું, અંધકાર હૈયે ઘેરી વળ્યાં - છુપાઈ...
હિંમતે હાર માની નહિ, ઘા ઝીલ્યા તો હસતા
ઘા ની ધાર તો બુઠ્ઠી બની, પ્રકાશના તો કિરણો ફૂટયા - છુપાઈ...
જંગ આતો ચાલતો રહ્યો, નિરાશા ને વિશ્વાસમાં
વિશ્વાસ તો છે મને તુજમાં, ને તારા સદાયે સાથમાં - છુપાઈ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)