સાથ છૂટયો જ્યાં સહુનો, આંસુએ તો સાથ દઈ દીધો
કર્મો ફૂટયા જ્યાં, પોતાનાએ પણ જાકારો તો દઈ દીધો
યત્નો કીધા વાત કહેવા તુજને, અર્ધામાં તુજ પાસે પહોંચ્યો
નિરાશાના વમળે તો, હૈયાનો કબજો તો લઈ લીધો
વૃત્તિ પાપની વધતી રહી, પુણ્યનો પંથ ચૂક્તો ગયો
દયાના દાન ના મળતાં, કડવાશનો છોડ હૈયે ઊગી ગયો
પ્રેમના દર્શન દુર્લભ બન્યા, વેરમાં તો ડૂબતો રહ્યો
સાચું ખોટું વીસરી ગયો, ઘૂંટડો ઝેરનો ભરતો ગયો
હૈયે ઉચાટ તો વધતો રહ્યો, અશાંતિના શ્વાસ લેતો ગયો
હૈયે શાંતિ ઝંખતો રહ્યો, આંસુનો સાથ લેતો રહ્યો
સંતોના દર્શન કરતો ગયો, પુણ્યનો ઉદય થઈ ગયો
સાચી રાહે ચડી ગયો, શાંતિનો અનુભવ થઈ ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)