ના થયું, ના થયું, શરૂઆત ના થઈ, કાર્ય પૂરું એ તો ના થયું
જ્ઞાનના જ્ઞાનમાં થઈ ઊભી જ્યાં શંકા, જ્ઞાન પૂરું એનું ના મળ્યું
કરવા ધાર્યું ઘણું ઘણું જીવનમાં, ઘેરાઈ આળસમાં પૂરું ના થયું
શરૂ કરી વાતો, ખોટા પાટા ઉપર ચડી ગઈ, વાતનું વહેણ પૂરું ના થયું
અધૂરું ને અધૂરું રાખ્યું કંઈક આળસમાંને આળસમાં, પૂરું એ તો ના થયું
સત્ય પૂરું ના સમજ્યું, રાખી આંખ બંધ સત્યે, એમા કાર્ય બરાબર ના થયું
સુખની શોધમાં ફર્યો, ક્રોધને દુઃખ ગણ્યું, શોધવાનું પૂરું ના થયું
અંત વિનાનું આયુષ્ય કાંઈ નથી, રહી જાશે જે બાકી, જે પૂરું ના થયું
કંટાળી જઈશ અધવચ્ચે જો તું, છોડી દઈ જ્યાં એ, ત્યાં પૂરું એ થયું
થઈ ના જ્યાં શુભ શરૂઆત, કાર્ય સફળ રીતે પૂરું એ ના થયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)