હૈયેથી ચિંતા જો છોડશે નહિ, રાહતનો દમ તો મળશે નહિ
કર્યા કર્મો તો તને છોડશે નહિ, કર્મો જો તું બાળશે નહિ
હૈયેથી પાપ તો છૂટશે નહિ, પુણ્યની રાહ જો તું પકડશે નહિ
આળસને જો ખંખેરશે નહિ, આગળ તો તું વધશે નહિ
દુઃખને જો તું ભૂલી શકશે નહિ, સુખને તું પામી શકશે નહિ
કર્મનું વિષચક્ર જો તૂટશે નહિ, તો સાચી મુક્તિ મળશે નહિ
પ્રેમથી `મા’ ને જો પુકારશે નહિ, હૈયું `મા’ નું પીગળશે નહિ
ભાવથી હૈયે `મા’ ને જો ભજશે નહિ, અંતર ઓછું તો થાશે નહિ
નિર્મળ હૈયું જ્યાં થાશે નહિ, ભાવ હૈયાના તો ટકશે નહિ
ભાવ વિના ભક્તિ થાશે નહિ, ભક્તિ વિના `મા’ રીઝશે નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)