દેવા આમંત્રણ `મા’ ને પધારવા, કરજે હૈયાનું આંગણું સાફ
જોઈને આસન સાફ તારું, પધારશે ત્યાં તો જગજનની માત
તેજ તો એના પથરાશે જ્યાં, ફેલાશે હૈયે એનો તો ઉજાસ
એક એક શત્રુ માર, જાશે નીકળી તો હૈયેથી એ બહાર
નજર રાખજે તું `મા’ ના ચરણમાં, ના જવા દેજે બીજે ક્યાંય
નિત-નિત ભોગ તું એને ધરજે, પ્રેમથી આરોગશે `મા’
ભાવે-ભાવે તો ભીંજાશે માતા, ભાવથી ભીંજવજે `મા’
મનડું ને મનડું રાખજે પાસે અને રટજે તું દિન ને રાત
હૈયાને કરજે એક `મા’ થી, જુદાઈની તું ભૂલી જાજે વાત
સૂધબૂધ તારી જાશે ભૂલી, મળશે નયનો `મા’ ના આજ
બુદ્ધિને તું મૂકજે બાજુ, જ્યાં હૈયેથી હૈયાની ચાલશે વાત
અંતર તો ત્યાં રહેશે નહિ જરા, હૈયેથી હૈયું મળશે જ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)