મંઝિલ છે ના દૂર તુજથી, ભલે લાગે તુજને દૂર
માયામાં અટવાઈ ઘૂમ્યો, બન્યો ખૂબ એનાથી મજબૂર
અહંમે ઘેરાઈ, મોહમાં છલકાઈ, રહ્યો સદા ચકચૂર
રાતદિન રચ્યોપચ્યો રહ્યો, લાગે મંઝિલ દૂરની દૂર
કામમાં ડૂબી, લોભમાં લલચાઈ, રહ્યો ગુમાવતો નૂર
અશક્ત તું બનતો રહ્યો, હતી શક્તિ તુજમાં ભરપૂર
દિશા વારેઘડીએ બદલી, મળ્યા ઘા વિધાતાના જરૂર
ના સમજ્યો જાય છે ક્યાં તું, લાગે મંઝિલ દૂરની દૂર
ધીરજ ને ખંત જ્યાં તૂટી જાશે, રહેશે મંઝિલ દૂરની દૂર
સમજી વિચારી હટાવજે આવરણ, મંઝિલ નથી તુજથી દૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)