શાંતિથી બેસવા જો નહિ દે, શાંતિથી બેસવા નહિ દઉં માડી
સમજી લેજે તું ભી આજે, મળ્યો છે બાળ તને એક અનાડી
માયામાં ને માયામાં રાખી ડુબાડી, મજા તને એમાં તો શું આવી
હરી લીધી છે, મારી તો શાંતિ, લઈશ હરી તારી ભી શાંતિ
પાસે છે ઉપાય અનેક તારી પાસે માડી, સૂજાડ આજ તો સમજી વિચારી
બેઠો છું આજ, સામે તો તારી, ઉપાય તો આજે દેજે સુઝાડી
વિનંતીથી જો તું નહિ માને માડી, ઊઠીશ નહીં સામેથી તારી
જામશે મેળ તારો ને મારો માડી, તું ભી અનાડી, હું ભી અનાડી
મારે ને તારે છે ઊંડી સગાઈ, હું તો છું બાળક ને તું છે માડી
વાત તો મારી ઘણીયે ટાળી, કહી દે આજે વિચાર શું છે માડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)