સમસ્ત સૃષ્ટિના માનવ તને જુદે જુદે નામે તો નમે
જુદા નામે તો નમે પણ, સહુ તારી શક્તિને તો નમે
વિના ભેદભાવ, સમસ્ત સૃષ્ટિ પર કિરણો સૂર્યના પથરાયે
ભરી જળતણા ભંડાર, તું સૃષ્ટિને ચરણે તો ધરે
વરસાવે તો મેહુલિયો, ભેદભાવ ત્યાં તો નવ કરે
દે છે સૃષ્ટિને તો એક કણ, અનેક કરી પાછું તું ધરે
રહે જીવનમાં તારા સાચા ભરોસે, ભીડ તો એની ભાંગે
દે તો તું સર્વને, જેવી જેવી યોગ્યતા તો કેળવે
રડતા બાળને તું ઉઠાવે સદાયે, તોય એ ના ગમે
હસતા રમતા બાળને દેખી, હૈયું તારું સદાયે હર્ષે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)