કોણ, ક્યારે, કેમ, કેવી રીતે મળશે
ઉપરવાળો બેઠો બેઠો, એ તો બધું નક્કી કરે
ઇચ્છા વિના એની જગમાં તો પાંદડું ના હલે, - ઉપરવાળો...
શ્વાસોશ્વાસ તો છે લખાયા હિસાબ એનો રાખે - ઉપરવાળો...
સુખદુઃખ ક્યારે ને કેટલું માનવને તો મળશે - ઉપરવાળો...
મેઘ પણ જગ પર વરસે, તો એની ઇચ્છાએ - ઉપરવાળો...
જગતના તો હર બનાવો, એની ઇચ્છાએ બને - ઉપરવાળો...
મળશે દમ રાહતનો ક્યારે, નોંધ એની પાસે છે - ઉપરવાળો...
મંગળફેરા ફરશે, જીવનના તો એનીજ ઇચ્છાએ - ઉપરવાળો...
કામ થાશે પૂરું તો તારું, એ તો એજ જાણે - ઉપરવાળો...
સંબંધ બંધાશે જગમાં કોના અને ક્યારે - ઉપરવાળો...
કરતા કારાવતા તો છે એ તો, તોય ના દેખાયે - ઉપરવાળો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)