ઝોલા ખાતી જાય માડી, ઝોલા ખાતી જાય
સંસાર સાગરે માડી નાવ મારી ઝોલા ખાતી જાય
અંદર ને બહાર એ તો તોફાને અથડાય - સંસાર...
મોજા ઉપર ચડી, પાછી એ તો પછડાય - સંસાર...
ચારેકોર તો અંધારું, રહ્યું છે તો છવાઈ - સંસાર...
દિશા સૂઝે ના જરાય, દિશા સૂઝે ના જરાય - સંસાર...
કિનારો તો ક્યાંય ના દેખાય, કિનારો ક્યાંય ના દેખાય - સંસાર...
ક્યાં નાવ ચાલી જાય, એ તો ના સમજાય - સંસાર...
હૈયું તો બહુ ગભરાય, હૈયું તો બહુ ગભરાય - સંસાર...
તૂટશે ક્યારે તો નાવ, ઘડીઓ એની તો ગણાય - સંસાર...
માયા તો હટતી જાય, ત્યાં તો સાચું સમજાય - સંસાર...
દયા કરજે તો માડી આજ, દયા કરજે તો આજ - સંસાર...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)