માનસરોવરમાં મોતી ચરવું ભૂલી, માયાના કીચડમાં કાં લોટે
નિર્મળતા ભૂલીને તારી, પાપમાં ડૂબી તું કાં ખરડાયે
ધોઈ, ધોઈ, કરી શુદ્ધ કર્મો, ફરી ઊંડી ખીણમાં કાં પડે
અનુભવે, અનુભવે, ઘડાયો તોય, અનુભવ તારા કાં ભૂલે
સદાય આગળ વધવા રાખી ઇચ્છા, પગલાં પાછા કાં ભરે
એક બંધન કાપી, બાંધે બીજું બંધન, બંધન એમ તો કેમ છૂટે
રસ્તા સદાયે પકડે ખોટા, નિરાશા જીવનમાં તો મળે
અનુભવીના અનુભવે ન ચાલે, તારો અનુભવ તને શું કહે
આશાઓથી ખેંચાયો ખૂબ, આશાઓ તું કેમ ના છોડે
ચિત્તમાં કરીને વાસ તારો, ચિત્ત પ્રભુમાં કેમ ના જોડે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)