ઝીલવા કસોટીના ઘા આકરા તારા `મા’, હૈયું મારું વ્રજ સમ બનાવજે
કૃપા એમાં તારી ભળશે માતા, ફૂલ સમ એ તો બની જાશે
કસોટીની આદત છે તો તારી, કસોટી તો ભલે કરી નાખજે
હસતા-હસતા એ દેતો રહું, શક્તિ એવી ભરી આપજે
મારી શક્તિથી અજાણ નથી તું, શક્તિ બહાર કરી ન નાખજે
કરી પાર કસોટી તારી, આગળ ને આગળ તો વધારજે
નયનોથી વહે ન આંસુ, હૈયું હિંમતથી ભરી નાખજે
વિશ્વાસે કદી ના ડગું, હૈયું મક્કમ મારું કરી નાખજે
કરી કસોટી આકરી, શુદ્ધ સદા તો મને બનાવી નાખજે
પાર ઉતરું ના ઉતરું, મને દૂર કદી કરી ન નાખજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)