જગદંબા, જગદંબા, જગદંબા રે (2)
પાવનકારી છે એક નામ તો તારું - જગદંબા...
કલ્યાણકારી છે એક નામ તો તારું - જગદંબા...
રક્ષણકારી છે એક નામ તો તારું - જગદંબા...
લાગે સદાયે એ તો બહુ પ્યારું - જગદંબા...
અંધકારે અજવાળું છે એ પાથરનારું - જગદંબા...
હૈયે સદાયે છે એ તો શાંતિ દેનારું - જગદંબા...
દુઃખદર્દને છે એ સદા હટાવનારું - જગદંબા...
લાગે સદાયે એ તો બહુ પ્યારું - જગદંબા...
મોહ, માયાને છે એ તો બાળનારું - જગદંબા...
ડૂબતી નૈયાને છે સદા તારનારું - જગદંબા...
કામક્રોધને છે તો સમાવનારું - જગદંબા...
લાગે સદાયે એ તો બહુ પ્યારું - જગદંબા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)