લાખ જતન કરી સાચવશે સોનાની કાયાને, રોગે એ તો ઘેરાશે
કરશે સાચવવા ખૂબ જતન, તોય રાખમાં એ તો મળી જાશે
આંખ સામે તું જોતો આવ્યો, બદલી એમાં તો નવ થાશે
તું પણ એમાંથી મુક્ત નથી રહેવાનો, સત્ય આ સમજજે
ખાધું-પીધું અહીંનુ અહીં રહેવાનું, સાથે નહીં લઈ જવાશે
ના કોઈ લઈ ગયો, ના તું લઈ જાશે, અપવાદ એમાં ના થાશે
પંચતત્ત્વની બની છે તો કાયા, પંચતત્ત્વમાં તો મળી જાશે
ઉધાર લીધું પાછું પડશે દેવું, અફસોસ હૈયે તો ના ધરજે
સુખદુઃખ છે શરીર સાથે, ભોક્તા એનો તો નવ બનજે
પરમાત્મા સાથે છે સબંધ સીધો તારો, એ તું તો ના ભૂલજે
ભાવ ને મનને સ્થિર કરીને, તું સ્થિરતામાં સદા પ્રવેશજે
ના કહેતાં, પણ તારો શાશ્વત સાથે શાશ્વત સબંધ બંધાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)