ભમાવે, ભમાવે સદાયે તુજને, પાછળ તો એની ભટકતો તું રહ્યો
બોલાવે સદા પ્રેમથી તુજને, પાસે ત્યાં તો તું ના પહોંચ્યો
અથડાતો કુટાતો રહ્યો એનાથી, તોય કદી તું ના થાક્યો
સાથ દેવા સદા તૈયાર રહે, તોય એનાથી તું ભાગતો ગયો
પૂર્ણતાનો અંશ છે તું, અપૂર્ણતા કેમ તું અનુભવી રહ્યો
તેજનો તો અંશ છે તું, અંધકારે કેમ તું ડૂબતો ગયો
અંશ છે તું તો પરમાત્માનો, મૂળ તારું તું ના ઓળખી શક્યો
છે શક્તિનું સંતાન તો તું, અશક્તિમાન તો બનતો ગયો
જાગ તજી નીંદર હવે તું, સમય તો સદા વીતી રહ્યો
હડસેલી દે હૈયેથી તું માયા, મુક્તનો મુક્ત તું બની ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)