હવે હવે હવે, હવે હવે હવે વીતી ગઈ વેળા જ્યાં હાથમાંથી તારા, કરી પસ્તાવો વળશે શું એમાં
કરી ના દરકાર દુઃખ દર્દની, થાતું નથી સહન હવે, પાડીને ચિત્કાર વળશે શું
હતી જરૂર બદલવાની સ્વભાવ જ્યારે બદલ્યો ના ત્યારે, હવે બદલીને વળશે શું
કરી કરી ભેગું ખોટું, ઊંચકી શક્યો ના ભાર એનો, પાડીને બૂમો વળશે શું
લાગી હતી પ્યાસ જેની જ્યારે, મળ્યું ના એ ત્યારે, મળે જો હવે, વળશે એમાં શું
વાપરવાનું હતું ડહાપણ જ્યારે, વાપર્યું ના ત્યારે, વાપરીને હવે, વળશે એમાં શું
સરકવા દીધી પરિસ્થિતિ હાથમાંથી તેં, બની લાચાર, રડીને હવે, વળશે એમાં શું
કર્યું કોઈનું ગમ્યું ના તને, કરી ના શક્યો તું એ ધારી, અફસોસ કરીને હવે, વળશે એમાં શું
જાગ્યા વિચારોમાં ભેદભાવ, ના ઘટાડી શકશે એને, કરી વિચાર એને હવે, વળશે એમાં શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)