ના કોઈ વાંક કે ગુનો તારો માડી, વેઠે છે તું તો જુદાઈ
બાળ તો તારા, કરે કર્મો તો સદા વગર વિચારી
દીધી છે તેં તો બુદ્ધિ અનોખી, મૂકી સીમિત શક્તિ તારી
કીધો ઊલટો ઉપયોગ એનો, રહ્યો એ તો તુજથી ભાગી
અહંમે-અહંમે અટવાઈ, ખુદ સવાયો તુજથી રહ્યો છે માની
નિરાશાની આગમાં સપડાઈ, બને હતાશ તો ભારી
પૂર્ણતાની બક્ષિસ દીધી છે તારી, અપૂર્ણ રહ્યો છે માની
અસંતોષે, અસંતોષે ભટકી રહ્યો, ખોઈ શાંતિ હૈયાની
છે પારસમણિ તું તો માતા, ધૂળને ભી દે તું તો તારી
આ બાળ આજે રહ્યો છે અટવાઈ, દેજે તું એને તો ઉગારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)