ઊગતા સૂર્યને સહુ કોઈ પૂજે, ઢળતા સૂર્યની ઉપેક્ષા થાયે
વહેતા પૂરની અવગણના ના થાયે, સૂકી નદીમાં સહુ કોઈ ચાલે
અંધકારે તો સહુ કોઈ ભાગે, તેજ પૂનમના સહુ કોઈ ચાહે
નબળા તો સદા રડતા રહે, બળિયાને તો બે ભાગ મળે
રાક્ષસોથી તો સહુ કોઈ ભાગે, દેવોનું તો પૂજન થાયે
અવગુણોને તો ના સંઘરાયે, સદ્દગુણો તો સહુ કોઈ ચાહે
ખાબોચિયાનું તો દુર્લક્ષ થાયે, સરોવરમાં તો સહુ કોઈ નહાયે
શીત સમીર સહુ કોઈ મહાણે, વંટોળિયાથી તો સહુ ગભરાયે
ઊંચે ઊઠવા સહુ કોઈ ચાહે, ખીણમાં પડવા સહુ ગભરાયે
જિંદગીમાં તે તો પામે, ખુદને ખોતા જે ના ગભરાયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)