મળ્યા છે શ્વાસ જીવનમાં નવા નવા, મળે પળ તો નવી નવી
તોય જગમાં છે મળી પરંપરા તો તને જૂની જૂની
વહેતાં જળના જળ તો છે નવાં નવાં, સૂર્યકિરણો મળે નવા નવા
સંજોગ મળે તો નવા નવા, કર્મની બેડી તારી છે જૂની જૂની
સૂર્ય ચંદ્ર તો છે જૂના જૂના, દે છે કિરણો તો નવા નવા
ઊઠે સાગરમાં મોજાં તો નવા નવા, સાગર છે તો એ જૂનો જૂનો
પ્રેમના કિરણો ફૂટે તો નવા નવા, બક્ષે એ જીવન નવું નવું
પરચા મળે સ્વભાવના નવા નવા, દેખાયે ચહેરા ભલે જૂના
આશા ઉમંગો જાગે નવી નવી, વિચારો ફૂટે નવા નવા
લેતો રહ્યો છે જનમ તો નવા નવા, છે આતમ તો જૂનો જૂનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)