ચૂપ અને ચૂપ, પડે છે રહેવું જીવનમાં, ચૂપ જાય છે સતાવી એ ચુપકીદી
પૂછો કોઈને, રહી જાય જો એ ચૂપ, મૂંઝવી જાય ત્યારે એની એ ચુપકીદી
ઢંકાઈ જાય અજ્ઞાન ચુપકીદીથી, બની જાય હથિયાર ત્યારે એ ચુપકીદી
તારી ભી ચૂપ, પ્રભુ મારી ભી ચૂપ, જો જે ટકરાઈ ના જાય આપણી ચુપકીદી
માત્રા દર્દની ના સમજાશે, જો દર્દ ધારણ કરી લે તો જ્યાં ચુપકીદી
થાય ના ઇચ્છા પૂરી તો સાંભળવાની, વાણી ધરી લે જો ચુપકીદી
નયનોની ભાષા થઈ જાય ત્યાં શરૂ, ધરી લેશે વાણી જ્યાં ચુપકીદી
દેવી ના હોય જો સંમતિ ગણવા ચુપકીદી, જો સંમતિ પડે તોડવી ચુપકીદી
કરવી હોય વાત હૈયાંની જો પૂરી, ધારણ કરાય ના ત્યારે તો ચુપકીદી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)