શું કરવું, શું ના કરવું, એ તો ના સમજાય
જ્યાં મનડું મારું તો ભમી ભમી જાય
ખોટું પણ તો સાચું દેખાય
જ્યાં આંખ પર મોહના પડળ ચડતા જાય
પાપમાં પગલાં તો પડતાં જાય
જ્યાં હૈયે કામ તો વળગી જાય
હૈયાની શાંતિ તો હરાતી જાય
જ્યાં હૈયે ક્રોધની જ્વાળા જાગી જાય
પ્રગતિ મારી તો રૂંધાતિ જાય
જ્યાં હૈયે આળસ વીંટળાઈ જાય
ખોટાં નિર્ણય તો લેવાતા જાય
જ્યાં હૈયું લાલચે લપટાઈ જાય
સુખ તો જીવનનું ખેંચાઈ જાય
જ્યાં અસંતોષ હૈયે જાગી જાય
હૈયે ઉત્પાત બહુ મચી જાય
જ્યાં વેરની આગ જાગી જાય
હૈયે તો શાંતિ મળતી જાય
જ્યાં હૈયે સાચી ભક્તિ થાતી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)