પુત્રના લક્ષણ પારણામાં, ને વહુના લક્ષણ બારણામાં
ભાવિ તો છે ભરેલું નાળિયેર, એના નીવડે કરવા વખાણ
ઉતર તું ઊંડો તારા અંતરમાં, ત્યાં તો છે સોનાની ખાણ - ભાવિ...
ન જાણે ખુદ માતા, આવશે એને કેવું સંતાન - ભાવિ...
ન જાણે માનવી પોતે, અટકશે એના ક્યારે શ્વાસ - ભાવિ....
કરી મહેનત વાવે ખેડૂત, ન જાણે ઉતરશે કેવો પાક - ભાવિ...
જોઈ ચોઘડિયા લગ્નો થાયે, સુખી થાયે કેટલા સંસાર - ભાવિ...
દઈ પરીક્ષા ન જાણે, વિદ્યાર્થીને મળશે કેટલાં આંક - ભાવિ...
ક્રોધી ન જાણે, જાગશે ક્રોધ હૈયે એને ક્યારે - ભાવિ...
થાશે મુલાકાત કોની ક્યારે, એ તો ના સમજાય - ભાવિ...
સાજા સારા પડે એ ક્યારે માંદા, એ ના સમજાય - ભાવિ...
લેવા લેણું ગયા જનમનું, આ જનમમાં બનશે સગા - ભાવિ...
દિનમાન રુઠશે તારા તો ક્યારે, એ ના સમજાય - ભાવિ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)