ભવસાગરની છે તું તો સુકાની, રે મારી માવડી
તારા ભરોસે તો તરતી મૂકી છે રે મારી નાવડી
વંટોળે તો અટવાઈ ગઈ છે માડી રે મારી નાવડી
લેજે સુકાન હાથમાં તો તારા આજે રે મારી માવડી
મોજે-મોજે તો ચિંતાઓ તો વધતી, ડૂબશે રે ક્યારે મારી નાવડી
અધવચ્ચે ના છોડજે મુજને, આજે રે મારી માવડી
મળતા રહ્યાં છે સંજોગો ઊલટા, સુધારજે એને રે મારી માવડી
લઈ સુકાન હાથમાં તારા, સ્થિર કરજે રે મારી નાવડી
જીવ તો ખૂબ મૂંઝાઈ રહ્યો છે રે મારી માવડી
તારા વિના સુકાન કોઈ ના સંભાળે, સુકાન વિનાની છે રે મારી નાવડી
સૂઝતી નથી દિશા તો કોઈ, છવાયો છે અંધકાર રે મારી માવડી
સુકાન લઈને આજે હાથમાં તારા, તારજે રે મારી નાવડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)