મૂકત બની વિકારોથી, અંતરના અજવાળે મહાલેજે
તારું અને માતાનું, અતૂટ ઐક્ય ત્યાં તું સાધજે
બીજા કોઈને ત્યાં સ્થાન નથી, સાથે બીજું ન રાખજે
અંતરમાં એ તો સદા વિરાજે, દર્શન અંતરમાં પામજે
કોઈ ના જાણશે વાતો તારી, અંતર તો સાક્ષી આપશે
પૂર્ણ સદાયે છે તો માતા, પૂર્ણ તને તો બનાવશે
ભાવ તારા ખોટા કદીયે ત્યાં તો નવ ચાલશે
જાગૃતિની જાગૃતિ તો, ત્યાં સદાએ આવશે
અંધકાર નથી ત્યાં તો, પૂર્ણ પ્રકાશ ત્યાં પામશે
તારું અને માતાનું ઐક્ય સાધી એકરૂપ ત્યાં થાજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)