કૃપા તારી માડી મને આજે તો લાગે
ભરતી ભક્તિની તો આજે હૈયે જાગે
ચિત્તડું તો સહજ આજે તુજમાં લાગે - કૃપા...
હૈયું તો આજે ખૂબ શાંતિ તો પામે - કૃપા...
સંતોષે હૈયું આજે માડી તો મહાલે- કૃપા...
હૈયે તો આજે માડી આશા બધી જાગે - કૃપા...
નજર નજરમાં માડી આજે તું તો દેખાયે - કૃપા...
શીતળ અનુપમ તેજ તારું તો પથરાયે - કૃપા...
માનવ માનવમાં શ્વાસ તારો વરતાયે - કૃપા...
તારું મારું અંતર તો માડી ઓછું દેખાયે - કૃપા...
કારણ વિના હૈયું તો આજે આનંદે લહેરાયે - કૃપા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)