શાંત સરોવરના મારા મનના નીર, આજ તો ડહોળાઈ ગયા
દેખાતા મારા પ્રતિબિંબને, આજ તો એ ભૂંસી ગયા
પથ્થરે-પથ્થરે તો વલય રચાયા, પથ્થર તો ના દેખાયા
દર્શન મુખના મારા એમાં, આજ તો ઓઝલ બન્યા
ખુદથી પથ્થર રહ્યાં ફેંકાતા, પથ્થર તોય ના દેખાયા
વલયો-વલયો રહ્યાં રચાતા, દર્શન એમાં દુર્લભ બન્યા
પથ્થરો તો વલયો રચી, ઊંડે-ઊંડે તો ઉતરી ગયા
ગોત્યા તો ઘણાયે એને, પાછા હાથ તો એ ન આવ્યા
કહેવું કોને, ફેંકવા ખુદે, નાંખતા તો એ નંખાઈ ગયા
ઘટયા તો ના વલયો, દર્શન મુખના તો ઓઝલ રહ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)