કરશો ના, કરશો ના, જોજો રે પ્રભુ, હવે તમે, આવું કાંઈ કરશો ના
રહ્યાં છીએ ભટકતા ને ભટકતા જીવનમાં રે, એમાં વધુ અમને હવે ભટકાવશો ના
રોકી નથી શક્યા ભાવો અમે તો હૈયાંમાં, લોભ લાલચમાં અમને લલચાવશો ના
મુસીબતે પામીએ સ્થિરતા થોડી રે મનની, નાંખી ચિંતામાં હલાવી એને દેશો ના
વિચારો ને વિચારો વિના ચાલ્યું ના અમને જગમાં, ખોટા વિચારોમાં ડુબાડશો ના
ડૂબ્યા અમે વ્યવહારમાં, ખોટા તાંતણા ભક્તિના, વ્યવહારમાં ગૂંચવશો ના
દુઃખ દર્દનો સંગાથ પડી ગયો છે ભારે અમને, એનો સાથ વધુ રખાવતો ના
જગાવે છે સાચી સમજ ક્યારેક તું મુજમાં, જોજે સમજ એવી તું ખેંચી લેતો ના
રાખી ના શક્યા અહં ને કાબૂમાં જીવનમાં, વધારો એમાં હવે કરાવશો ના
રહ્યાં દૂર ને રાખ્યા દૂર ભલે અમને તમારાથી, દૂર હવે વધુ તમે રાખશો ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)