દે ધના ધન, દે ધના ધન, ભાઈ દે ધના ધન
જગમાં સહુના રે જીવનમાં, ક્યારે ને ક્યારે તો થાય છે
મૂકી જાય માઝા ક્રોધ જીવનમાં જ્યારે, તૂટી જાય સહનશીલતાનું કવચ ત્યારે,
થઈ જાય શરૂ જીવતા રે ત્યારે, દે ...
અણગમતીને અપ્રિય વાણી, મારી જાય ચોટ જીવનમાં જ્યાં ભારી, દે ...
જીવનમાં રે જ્યાં મારું ને મારું વધી જાય, ટકરાઈ જાય અન્યના જ્યાં મારું સાથે, દે ...
હાલત હૈયાંની થઈ ગઈ દયામણી, થઈ ગઈ હૈયાંમાં ભાવોની તો શરૂ, દે ...
થઈ ના થઈ ઇચ્છા જ્યાં એક પૂરી, હડસેલી એને બીજી આવીને ધસી, દે ...
એક વિચાર છૂટયો ના છૂટયો, બીજા વિચારો ધસમસતા આવ્યા ધસી, દે ...
મનડું મૂંઝાઈ ગયું, ખાઈ ખાઈ નિરાશાઓના માર, મનને બુદ્ધિની રે ત્યાં, દે ...
મેળવી ના શકી જીવનના તાલ સાથે જ્યાં બુદ્ધિ, જીવનમાં ગઈ હલચલ મયી, દે ...
નાના અમથા દ્વારમાં ગઈ મચી ધમાલ જ્યાં, પ્રવેશવા પહેલું તો એમાં, દે ..
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)