બોલ તું બોલ, બોલ તું બોલ, હવે એવું તો તું બોલ
ભરી ભરીને ભાવો, બોલજે એવાં તું બોલ, પહોંચે પ્રભુના દ્વારે તારા એ બોલ
સાંકળજે ના ઇચ્છાઓને તું એમાં, બનાવીશ ત્યારે એને, પહોંચશે ના તારા એ બોલ
બોલે બોલે ખૂલશે જ્યાં તારું રે હૈયું, બનશે બોલ ત્યારે તારા એ અણમોલ
બોલે બોલે ખોલજે તું તારા હૈયાંના દ્વારો, દ્વાર હૈયાંના એમાં તો તું ખોલ
જોડી તારા બોલોને ખોટા ભાવોમાં, જીવનમાં ના એવી રીતે એને તું તોલ
બોલે બોલે ડોલાવજે પ્રભુને તું એમાં, જાય બની પ્રભુ એમાં રસતરબોળ
ડોલી જાશે હૈયું પ્રભુનું જ્યાં એમાં, દેશે આશીર્વાદ ના ત્યારે એ બોલ
ખોટા વિચારો ને ખોટા ભાવોમાં, કરતો ના જીવનને એમાં તું ડામાડોળ
છે નામ પ્રભુનું એવું, નિત્ય એ તો તું બોલ, નિત્ય એમાં તો તું ડોલ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)