ખૂણેખૂણો તારો હૈયાંનો રે, હૈયાંનો ખૂણો, ખૂંદી નાખજે રે તું એને રે એવો
રહી ના જાય એમાં કણ કચરાનો, નાખશે બાધા, પ્રભુ મિલનમાં તો એ કચરો
રહેશે ખટકતો જ્યાં સુધી હૈયાંમાં તારા, ખેંચશે તારા મનને તો એ કચરો
હરી જાશે જીવનનું ચેન એ તો તારું, કાઢીશ ના જો, હૈયાંમાંથી તો એ કચરો
દુઃખ દર્દમાં ડુબાડશે તને એ તો એવો, રસ્તો બહાર નીકળવાનો હશે ના સહેલો
ચોળી ચોળી ખૂબ એને રે જીવનમાં, કરજે ના કોઈ નવો એમાં તો ઉમેરો
કરજે જીવનમાં સાદ એને તું એવો, થઈ જાય સફળ એમાં તારો જન્મારો
પડી ના જાતો આળસમાં તું એવો, ચલાવી ના લેતો જીવનમાં થોડો કે થોડો
લાગે કામ ભલે એ આકરું, પડશે કરવું એ તો તારે, કરી દે શરૂ એને વહેલો
જંપતો ના સાફ કર્યા વિના એને, થાશે મેળાપ જીવનમાં તો, તોજ પ્રભુનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)