અચરજની દુનિયામાં પ્રવેશ મારો થઈ ગયો, પ્રવેશ મારો થઈ ગયો
અચરજ, અચરજ ના પમાડી શક્યો, તોય અચરજમાં તો ડૂબી ગયો
હરેક તેજમાં વર્તુળ કાળુ નીરખી રહ્યો, અચરજની દુનિયામાં પ્રવેશ ત્યાં થઈ ગયો
અંધકારભર્યા અંધારામાં પણ, જ્યાં તેજ ફુવારા નીરખી રહ્યો ત્યાં
વિશ્વાસે વિશ્વાસે છલકાતા હૈયાંમાં જ્યાં, શંકાના બુંદ નિર્માણ કરી ગયો ત્યાં
સમયની પાર નીકળવાની મુસાફરીમાં, સમયમાં સમયથી બંધાતો ગયો ત્યાં
લાવવા હતા ને જવું હતું જેની પાસે, એનાથી દૂરને દૂર જીવનમાં રહી ગયો ત્યાં
રસ્તો ઢૂંઢવા નીકળ્યો પ્રભુના જીવનમાં, રસ્તોને રસ્તો ઢૂંઢતોને ઢૂંઢતો રહી ગયો
આવ્યો મુક્ત થવા જીવનમાં જ્યાં, બંધનોને બંધનોમાં બંધાતો ગયો
નીકળ્યો જીવનમાં મેળવવા અમૃત, ઝેરના કટોરા પીતોને પીતો ગયો
અચરજને અચરજ જીવનમાં પામતો ગયો, તોયે અચરજમાં ને અચરજમાં પડતો ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)