પાણી પીવા જેવા એના એ તો ના રહ્યાં (2)
વહેતાને વહેતા પાણી જતાં વહેતા એ અટકી ગયા - પાણી...
ઉલેચ્યા વિનાના કૂવાના જળ, જ્યાં ના એ ઉલેચાયાં - પાણી...
થયા ના ઉમેરા નવા, જગમાં તો જે જળમાં - પાણી...
વપરાશ વિના જળ, જ્યાં એ ગંધાતાને ગંધાતા ગયા - પાણી...
વિષના બે બુંદ પણ તો જે જળમાં પડી ગયા - પાણી...
અશુદ્ધ જળ જ્યાં પીવાતા ગયા, અસર તંદુરસ્તીને કરી ગયા - પાણી...
ઉમેરાતી ગઈ ખારાશને ખારાશ જગમાં તો તે જળમાં - પાણી ...
જે જળમાં કચરાને કચરા પડતા ગયા, સાફ જ્યાં એ ના થયા - પાણી..
સમયને અનુરૂપ ઊંડાણ એના ના થયા, કાદવ કીચડ કરી ગયા - પાણી...
ધર્મની ધારા શું કે વિચારની ધારા, રાખજો એને વહેતી સદા - પાણી ...
પૂરી કે કરી સ્થગિત એને વાડામાં, કામ ધાર્યું ના એ આપી શક્યા - પાણી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)