જીવન તો મારું ચિરાઈ ગયું, જીવન તો મારું ચિરાઈ ગયું
કરી કોશિશો ગોતવા ચિરનારને, પગેરું એનું તો ઘરમાં નીકળ્યું
કરી કોશિશો સાંધવા તો એને, જલદી ના એ તો સંધાયું
વાક્યે વાક્યે અને વર્તને વર્તને, એ તો ચિરાતું ને ચિરાતું રહ્યું
સાંધતોને સાંધતો રહ્યો હું તો એને, નવી ભાતનું નિર્માણ એમાં થયું
મારાને મારા વિચારો ને મારા આચરણો, જીવનને મારા ચિરતું રહ્યું
જીવનની ખોટી ખેંચતાણોમાં ખેંચાતું રહ્યું, એમાં એ ચિરાતું રહ્યું
ચિરાતુંને એ સંધાતું રહ્યું, કરવા જેવું જીવનમાં એ તો રહી ગયું
કદી ચિરાઈ ગયું એવું, જીવન તો જાણે જીવન તો ના રહ્યું
કદી એના દુઃખમાં એવું એ ચિરાઈ ગયું, બહાર નિકળવું મુશ્કેલ બન્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)