કોનું કહ્યું તેં કર્યું, તારા અંતરના અવાજનું, કે જગની તારી જૂઠી શાનનું
તારા અંતરના અવાજનું સન્માન ના કર્યું, જગની જૂઠી શાન એને દબાવી ગયું
લોભલાલચને ગણી પોતાના, ધાર્યું જીવનમાં એનું ને એનું તો તેં કર્યું
તારા અંતરના અવાજ ઉપર, જીવનમાં પરિણામ એનું તો આવ્યું
કામક્રોધનું ધાર્યું, જીવનમાં તો તેં, સદા ને સદા તો કર્યું
તારી સાચી સમજણનું દ્વાર, જીવનમાં તો તેં એમાં તો તેં બંધ કર્યું
જગની જૂઠી શાનમાંને શાનમાં, જીવનમાં તો તારેને તારે રહેવું પડયું
તારા અંતરના અવાજનું, જીવનમાં ખૂન એનું તેં ને તેં તો કર્યું
ધાર્મિક વાતો ને ધાર્મિક પ્રવચનમાં, ચિત્ત ભલે તેં નિત્ય જોડયું
આચરણ તોયે જીવનમાં તો એનું, તેં ના કર્યું, તેં ના કર્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)