રાખજે ના બંધ, પ્રભુ નજર તો તું તારી, જ્યાં મારે તારી નજરમાં ખોવાવું છે
છલકાય છે પ્યારનો સાગર તો તારી નજરમાં, એ સાગરમાં મારે તો નહાવું છે
ઊછળે મોજું પ્યારનું તારી નજરમાં, એ પ્યારભર્યા મોજામાં મારે તો તણાવું છે
પ્હોંચીશ ક્યારે તારા એ પ્યારભર્યા મોજામાં, જીવનમાં ના મારે એ તો જાણવું છે
ખાતો ના દયા એમાં તું મારી, થાવા દેજે જે થાય, એમાં જ્યાં મારે તો તણાવું છે
ફેંકી ના દેતો તું એમાં મને એવા દૂરના કિનારે, તારેથી દૂર મારે ના ફેંકાવું છે
રાખજે મને તું તારા ઊછળતા મોજાના મધ્યમાં, જ્યાં મોજ મારે એની માણવી છે
હશે અનેક મોજા એમાં ઊછળતા તારા, હરેક મોજાની મોજ મારે માણવી છે
પી પીને પ્યારના બુંદો એમાંથી, હરેક ક્રિયાઓ મારી પ્રેમભરી બનાવવી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)