ગીત મારું રે, ખોવાઈ ગયું, ગીત મારું ખોવાઈ ગયું
શોધવા ને ગોતવા કર્યા યત્નો મેં તો, તોયે ના એ તો જડયું
ગોતતોને ગોતતો રહ્યો એને હું તો, જડયું જે, પહેલાં જે હતું એ ના હતું
કરી ઊભી પીડા, હૈયાંમાં એણે તો એવી, હૈયું વલોપાતમાં તો ઘેરાઈ ગયું
રહી રહી, કરી કોશિશો યાદ કરવા એને, નાકામિયાબી વિના બીજું ના મળ્યું
આપી ના શક્યો ન્યાય નવાને, હૈયું જ્યાં ખોવાયેલામાં રમતું ને રમતું રહ્યું
સારું કે નરસું ના મેં તો જાણ્યું, આવ્યું ના હાથમાં, લાગ્યું એ તો પ્યારું
હતી આશા હૈયે, દોહરાવીશ વાત હૈયાંની એમાં, ઝરણું નિરાશાનું પીવું પડયું
કહેવું હતું એમાં તો જે મારે, હૈયાંમાં ને હૈયાંમાં પાછું એ પુરાઈ ગયું
થાતું હતું સંઘરીશ એને હૈયે, કાઢીશ બહાર એને, ત્યાં એ ખોવાઈ ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)