બજાવ તારી મુરલી રે, કાનુડા રે, બજાવ તારી એવી મુરલી રે
ડોલે છે જગ આજ ખોટા તાલે, ડોલાવ એને તું તારી બંસરીના નાદે રે
માયાના સૂરે જગ આજ તો ડોલે, ના કરવાનું એમાં એ તો કરે
ડોલાવ એને તું તારી મુરલીના નાદે, ભુલાવ બધા માયાના સૂરો રે
ત્રાસી ત્રાસીને પણ ચૂકે ના ડોલવું, ભુલાવ એનું એવું ડોલવું રે
ભાન નથી એને તો એનું, જગાવ સાચું ભાન એનું તો એનું રે
યમુના તટે વગાડી તેં જેવી મુરલી, જગના પટ પર આજે એવી વગાડ રે
બની જાશે મસ્ત જ્યાં મુરલીના નાદમાં, ભુલાવજે સાદ એને માયાના રે
એકવાર પણ ડોલશે જ્યાં નાદે નાદે, નિત્ય એમાં એ ડોલશે રે
રાધા પણ ડોલી, ભક્તો પણ ડોલ્યા, જગને આજે એમાં ડોલાવ રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)