છે તનડાંમાં રે જ્યાં સુધી શ્વાસો રે તારા, છે ત્યાં સુધી જગ સાથે તારા રે નાતા
કરે રે ઊભા જ્યાં શ્વાસો ગોટાળા, ઊભા કરે એ તો ઉપાધિઓના ભારા
બેકાબૂ બને જ્યાં શ્વાસો તો તારા, લહાણી ઉપાધિઓની એ કરાવી ગયા
કંઈક કારણો રહ્યાં છેડતા ને છેડતા, જીવનમાં તો એ શ્વાસોને તારા
વૃત્તિઓ ને વૃત્તિઓ રહ્યાં વધારતા ને ઘટાડતા, એ તો શ્વાસો રે તારા
લોભલાલચ હૈયાંમાં તો જ્યાં ઘૂંટાયા, શ્વાસો તારા એ વધારી ગયા
શ્વાસે શ્વાસે સંબંધો તો બંધાયા, શ્વાસે શ્વાસે સંબંધો ભી જળવાયા
શ્વાસો વિના તો સંબંધો તૂટયા, શ્વાસો વિના જગસંબંધ તો તૂટયા,
શ્વાસો જેના તો કાબૂમાં ના રહ્યાં, સ્થિરતાની દુનિયામાં ના પ્રવેશી શક્યા
શ્વાસો લઈ શક્યા જે કાબૂમાં, સ્થિર મનને કરી શક્યા, મંઝિલે પહોંચી શક્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)