હવે અમારું શું થાશે, હવે મારું શું થાશે, હવે મારું શું થાશે
રહ્યો છે ઊઠતો આ પ્રશ્ન હૈયે, ચિંત્તાઓ જગાવે છે આ પ્રશ્ન તો હૈયે
થાતાં તો થઈ ગયું, કરતા તો કરાઈ ગયું, થાયે છે હવે અમારું શું થાશે
બોલતાં તો બોલાઈ ગયું, ના વચ્ચે અટકાયું, થયું હવે અમારું શું થાશે
દેખી દેખી દર્દ જાગ્યું, ઓસડ એનું ના જડયું, લાગ્યું ત્યારે, હવે અમારું શું થાશે
કારણ વિના પીડા વહોરી, સહન હવે ના થયું, લાગ્યું ત્યારે હવે અમારું શું થાશે
પડયો હીરો કાદવમાં, કાદવમાં પડશે ત્યારે રગદોળાવું, ત્યારે હવે અમારું શું થાશે
વિશ્વાસે તો ગયા ખૂટતાં જ્યાં, શંકામાં રહ્યાં ડૂબતા ને ડૂબતા, લાગ્યું ત્યારે હવે અમારું શું થાશે
સમદુઃખિયા મળે જીવનમાં જ્યાં, થઈ શરૂ ત્યાં આપલે, હવે અમારું શું થાશે
વ્યાજબીપણામાંથી નીકળી જાય જ્યાં વ્યાજબીપણું, લાગે ત્યારે હવે અમારું શું થાશે
જાશે ભુલાઈ ઉપકાર જ્યાં પ્રભુના, જાશે ભુલાઈ પ્રભુની પ્રભુતા, ત્યારે અમારું શું થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)