અસત્યને ને સત્યને જીવનમાં, કાંઈ ઝાઝું છેટું નથી
લે છે સત્ય જ્યાં આશરો અકારનો, અસત્ય બન્યા વિના એ રહેતું નથી
અપમાનની આગ સળગે જ્યાં હૈયે, અસત્યની પાછળ દોડયા વિના રહેતું નથી
અહંનો ગઢ કુદાવતા જ્યાં જીવનમાં, અસત્યનો સહારો શોધ્યા વિના રહેતું નથી
અહંકાર જામી ગયો જ્યાં હૈયે, ઉત્પાત મચાવ્યા વિના તો એ રહેતો નથી
એકાકાર ના બન્યો જ્યાં જીવ પ્રભુમાં, અસત્યના ચરણ ચૂમ્યા વિના રહ્યો નથી
અલ્પના ભૂલી ના શકયો જ્યાં જીવ, અસત્યનું શરણું શોધ્યા વિના રહ્યો નથી
આઘાત લાગ્યા જીવનમાં જ્યાં આકરા, થયા ના સહન હૈયે, અસત્ય તરફ દોડયા વિના રહ્યો નથી
અનિર્ણયના બંધ બંધાઈ ગયા જીવનમાં જ્યાં મનમાં, અસત્ય તરફ દોડયા વિના રહેતો નથી
અપરાધોને અપરાધો રહ્યાં કરતાને કરતા જીવનમાં, અસત્યનો આશરો લીધા વિના રહેતો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)