એક ચીજ જાગી ગઈ જ્યાં જીવનમાં, ગોત્યા કારણો તો એના અનેક
મૂંઝાઈ ગયો હું તો એમાંને એમાં, શોધવાને અનેકમાંથી તો એ એક
વિચાર કરવા બેઠો જીવનમાં તો જ્યાં,
ધસી આવ્યા ત્યાં તો અનેક, મૂંઝાઈ ગયો હું તો એમાં,
ગોતવા સાચો એ અનેકમાંથી તો એક
તણાતોને તણાતો ગયો, ભાવો ને ભાવોમાં, જીવનમાં હું અનેક
ડામાડોળ બની ગયો હું એમાં, સ્થિર ના રહી શક્યો ભાવમાં હું એક
ઇચ્છાઓને ઇચ્છાઓ જાગતીને જાગતી, રહી જીવનમાં જ્યાં અનેક
નિર્ણય લઈ ના શક્યો જીવનમાં કરવી કઈ પૂરી એ અનેકમાંથી એક
જ્ઞાનના કિરણ મળતાને મળતા રહ્યાં, જીવનમાં, તો અનેકને અનેક
સમજી ના શક્યો હું જીવનમાં, હતું કયું સાચું એ અનેકમાંથી એક
આવ્યો જીવનની એવી હું રાહ ઉપર, દેખાયા જ્યાં રસ્તાઓ તો અનેક
પડી ગયો હું મૂંઝવણમાં, પકડવી રાહ કઈ સાચી, એમાંથી તો એક
અનેક રૂપોમાં જગમાં રહ્યો છે વ્યાપી, મૂંઝાઈ ગયો હું ગોતતો એમાંથી ક્યાં એને એક
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)