દીધું જીવનમાં પ્રભુ તેં મને ઘણું ઘણું, રહેવા ના દેતો હૈયું મારું પ્યાર વિનાનું
પ્યાર વિનાના જીવનને ના જીવન ગણું, એવા જીવનને હું જીવન કેમ કહું
દીધી આંખો જીવનમાં તેં તો મને, જગમાં એમાંથી તો જગને હું તો નીરખું
નીરખી ના શકું એનાથી જગને જો સાચું, એવા જીવનને જીવન ના ગણું, એ જીવનને જીવન કેમ કહું
દીધું હૈયું પ્રભુ તેં તો મને, ભાવોથી ભરી દીધું, ભર્યા ના જો સાચા ભાવો એમાં
જોઈ ના શકે ચડતી જીવનમાં અન્યની, રહે હૈયું એમાં દૂઝતું,
એવા જીવનને જીવન ના ગણું, એ જીવનને જીવન કેમ કહું
અન્યને દુઃખી જોઈને હૈયું દુઃખી ના બન્યું, એવા હૈયાંને જીવનમાં હું શું કરું, એવા જીવનને જીવન કેમ કહું
રાહત ના દઈ શક્યું જીવન અન્યને, અન્ય રાહત એ તો ચાહતું ને ચાહતું રહ્યું
શ્વાસે શ્વાસે લે વિકારો જે જીવનમાં, ઉપાડા રે ઉપાડા ના જો એને હું રાખી શકું
એવા શ્વાસોભર્યા જીવનને જીવન ના હું તો ગણું, ના જીવન એને હું તો કહું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)