નથી નથીના રટણમાં, ભૂલી જવાય છે જીવનમાં, છે શું આપણી પાસે
મેળવશું કે ગુમાવશું જીવનમાં, હશે તમારા શ્વાસે શ્વાસો ત્યારે ભી સાથેને સાથે
નથી નથીની રટણ જાગે, છે એની તો અવગણના થાયે, ઇચ્છાઓ જીવનને તાણી જાયે
નથી પાસે હૈયાંને જો એ કોરી ખાયે, જીવનમાં આગ અસંતોષની હૈયાંમાં જલી જાયે
લેવાય આશરો જ્યાં ના દેવાનો, નથી નથીનો પડે સાંભળવું, જરૂરિયાત પળને નથી નથી
છે જીવન તો ભર્યું ભર્યું તારી પાસે, શાને ભરી દે છે જીવનમાં હૈયાંને નથી નથીથી
છે જગમાં પ્રભુ બધે, આપણી પાસે લાગે છે, શાને જીવનમાં આપણને નથી નથી
નથીનું રટણ થાશે જ્યાં હૈયાંમાં, ભોગ એ શાંતિનું લીધા વિના રહેવાનું નથી
છે જીવનમાં શાંતિ પાસે જે તારી, કરજે ના પરિવર્તન જીવનમાં એનું નથી નથીમાં
નથી નથી જે છે જરૂર તને જ્યાં એ સાચી, યોગ્ય પ્રયત્ન, અપાવી દેશે તને એ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)