રમત રમો છો પ્રભુ તમે તો કેવી, રમીએ અમે એમાં, પડે ના સમજ અમને એની
થાક્યા નથી રમાડતા તમે અમને, થાકીએ અમે એમાં, માંડી છે રમત તમે તો એવી
કદી દે છે શીતળતા એમાં તો એવી, કદી દઝાડો એમાં રમો છો રમત તમે તો એવી
પાડીએ ચીસાચીસ અમે એમાં એવી, કદી જગાવો મુખ પર અમારા હાસ્યની લહેરી
રમી રહ્યાં છો તમે સાથેને સાથે, પડવા ના દીધી સમજ અમને તો એની
લાવો બહાર કદી નાદાનિયત અમારી, ડુબાડો અહંમાં, ડુબાડો એમાં ગળા સુધી
કદી દો છો હૈયાંમાં પ્યાર જગાવી, કદી દો છો હૈયાંમાંથી અમારા પ્યાર ભગાવી
કદી દો છો હૈયાંમાં ઉત્પાત મચાવી, અનુભવાવો હૈયાંમાં કદી અદ્ભુત શાંતિ
સત્ય દો જીવનમાં તમે સમજાવી, કદી દો છો અસત્યની બોલબાલા બોલાવી
અન્યાય તો તમે કરો ના કદી, લાગતા અન્યમાં સમજવાની ન્યાય દેજો દૃષ્ટિ એવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)