જેના ચિત્તમાં લક્ષ્ય વિના બીજું કાંઈ નથી, જીવનમાં એ લક્ષ્ય વીંધ્યા વિના રહેતો નથી
તારા મનડાંને, તારા ચિત્તડાને, આવું બનાવી, લક્ષ્યને વીંધ્યા વિના રહેતો નહીં
બદલતોને બદલતો રહીશ લક્ષ્ય જીવનમાં, લક્ષ્યને વીંધી શકવાનો નથી
હશે જેવું લક્ષ્ય તારું જે જે લક્ષ્યમાં, પામીશ તું એ વીંધતા, બીજું કાંઈ મળવાનું નથી
ફરતીને ફરતી રહેશે નજર તારી બીજે, લક્ષ્ય તારું ત્યારે નજરમાં રહેવાનું નથી
ડરનો માર્યો ચાલતો ના તું જીવનમાં, કાંપતા હાથે લક્ષ્ય વીંધી શકવાનો નથી
લક્ષ્ય રાખી સ્થિર, હાથ રાખીશ સ્થિર, લક્ષ્ય વીંધ્યા વિના તું રહેવાનો નથી
વીંધવા લક્ષ્ય જીવનમાં જોઈશે બાણોમાં વેધકતા, બાણોમાં તીક્ષ્ણતા લાવ્યા વિના રહેતો નહીં
લક્ષ્ય વિના રહેશે ના જ્યાં કાંઈ બીજું લક્ષ્યમાં, લક્ષ્ય વીંધાયા વિના રહેવાનું નથી
રાખજે વાતાવરણ તારું ચોખ્ખું, લક્ષ્ય ચોખ્ખું દેખાયા વિના રહેવાનું નથી
જાવા ના દેતો લક્ષ્યને તું બીજે, લક્ષ્યને નજર બહાર તું જવા દેતો નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)