વારે ને વારે, વારે ને વારે (2) કરતોને કરતો રહ્યો ભૂલો જીવનમાં,
સુધારી નહીં મેં એને જ્યારે થાતી ગઈ ભૂલો
સુધારી નહીં ભૂલો જીવનમાં જ્યારે, બનતો ગયો, થાતો ગયો શિકાર એનો તો
સ્વીકારી ભૂલો, ખંખેરી જવાબદારી, સુધારી ના ભૂલો, થાતી રહી તો ભૂલો
અટકાવી ના ભૂલો અધવચ્ચે જ્યારે, બચી ના શક્યો એના પરિણામોમાંથી
સહેવા પડયા દુઃખ દર્દના ઘા જીવનમાં ત્યારે, સુધારી ના ભૂલો જીવનમાં તો
અવગણી સોનેરી સલાહો જીવનમાં જ્યારે, કર્યું વિચાર્યા વિના જીવનમાં એમાં
નિર્ધારોને નિર્ધારોમાં રહ્યો તૂટતોને તૂટતો, રહ્યો જ્યારે ને ત્યારે બાકી રહી ભૂલો
સમજી સમજીને પણ, સુધારી ના ભૂલો મેં તો જ્યારે, ખેંચાયો ભૂલોમાં આદતના જોરે
અટકી જાએ તારું વારે વારે, ચલાવી ના લઈશ ભૂલો એકવાર ભી તું જ્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)