ચલણ વિનાના સિક્કા, એ તો કાંઈ કામ આવશે નહીં
સમજ્યા વિનાના યત્નો, ઘસી દઈશ જાત એમાં તો તારી - એ તો...
કાર્યો માગે જ્યાં ધીરજ તારી, જીવનમાં ઉતાવળ એમાં તો તારી - એ તો...
જોઈએ જીવનમાં જ્યાં સમજણ સાચી, ત્યાં બેસમજ ચાલશે નહીં - એ તો...
જોઈએ નમ્રતા જીવનમાં જ્યાં, અક્કડ બની જ્યાં તું એમાં - એ તો...
જોઈએ ભારોભાર આવડત જેમાં તારી, બીન આવડત એમાં ચાલશે નહીં - એ તો...
ગુમાવ્યું જીવનમાં તેં જે તો જ્યાં, ગોતીશ જો તું એ બીજે - એ તો...
જાગ્યો હોય જો ગુસ્સો એક ઉપર, ઉતારીશ જો એ ગુસ્સો બીજા ઉપર - એ તો...
અણી વખતે ચલાવી ના બુદ્ધિ, ચલાવી પછી, રાંડયાં પછીનું ડહાપણ - એ તો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)