જોઈ કંઈકની ચડતીને પડતી જગમાં, સૂર્યે પ્રવાસ એનો અટકાવ્યો નથી
રડયું હશે હૈયું એનું કંઈક વાર, તોયે આંસુ એણે ટપકાવ્યું નથી
કંઈક બિંદુઓ સમાયા હશે સાગરમાં, કંઈક ગયા હશે ત્યજી, આંસુ એણે ટપકાવ્યું નથી
હૈયું ચીરી, ધરતીએ ઊગાડયા કંઈક ઝાડપાન, પામ્યા કંઈક નાશ, આંસુ એણે પાડયું નથી
કંઈક વાદળો થયા હશે ભેગા, કંઈક ગયા હશે વિખરાઈ, આંસુ એણે સાર્યા નથી
અરે મૂરખ માનવ, મળતાં હરખાય છે શાને, પડતાં વિખૂટાં પાડે છે આંસુ શાને
લાતુ મારી મારી ચાલ્યા ધરતી પર, આંસુ ધરતીએ તોયે કદી પાડયા નથી
નદી સરોવરને ડહોળ્યું માનવોએ, પાણીનો ઇન્કાર એણે કોઈને કર્યો નથી
આડશ રચી માનવોએ સૂર્ય તાપમાં, તપવું સૂર્ય તોયે કાંઈ ચૂક્યો નથી
કુદરતની રચીને પ્રભુએ કરામત, છૂટે હાથે પ્રભુ એ બધું દીધા વિના રહ્યો નથી
નથી જીવનમાં જે તારું, મૂરખ માનવી, લૂંટાય છે શું તારું, પાપ બાંધે છે તું શાને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)