હાથ જોડી તું બેઠો છે શાને, લાચાર બનીને બેઠો છે એમાં તું શાને
ઉઠાવ તું શસ્ત્ર તારા પુરુષાર્થનું, માંડીલે ખેલીલે જંગ તું તારા ભાગ્યની સામે
વળશે શું હાથ જોડી બેસી રહેવાથી, કરીશ હાંસલ શું તું ન જવાથી
લડયા વિના હાર જ્યાં તું સ્વીકારી લેશે, લડતા જો તું હારીશ, ફરક શું પડશે
આગળ પાછળના કર ના વિચાર બીજા, કર વિચાર ખાલી તું જિત મેળવવાનો
માપ ના હરેક ચીજને તું હાર જિતથી, રાખજે સતત ઇરાદો જિત મેળવવાના
લડતા લડતા હાર મળે ભલે, જો હારીશ એમાં તું, હશે ના એ કાંઈ તારો ગુનો
સત્તા આગળ શાણપણ નકામું, જીવનમાં વિરોધ પણ કદી કામ તો લાગે
પડશે લડવો જંગ શંકાઓની સાથે, વિકારો સામે હાથ જોડી, બેસી રહેવાથી કાંઈ ના વળશે
ડગલેને પગલે કામ લાગશે શસ્ત્ર પુરુષાર્થનું, ભાગ્ય સામે ઝૂકી જવાથી શું વળશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)